અરવલ્લી જિલ્લામાં રવિ પાકની સિઝનની વાવણી સમયે પાયાના ખાતર તરીકે વપરાતા ડીએપી અને એનપીકે ખાતરોની અછત ઉભી થતાં ખેડૂતોની રઝળપાટ વધી ગઈ હતી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સમયસર ડીએપી અને એનપીકે ખાતરનો જથ્થો મળી રહે તે માટે 3209 મેટ્રિક ટન ખાતરનો જથ્થો અરવલ્લી જિલ્લામાં ફાળવાયો છે. જે આગામી અઠવાડિયામાં ખેડૂતોને મળી રહેશે તેમ ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે .
જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં રવિ સિઝનમાં નવેમ્બર-22 માસ સુધીમાં ડી.એ.પી ખાતરની જરૂરિયાત ૫૦૦૦ મે.ટન અને એન.પી.કે ખાતરોની જરૂરિયાત ૪૫૦ મે.ટન થાય છે જેની સામે અત્યાર સુધી ડી.એ.પી ખાતરનો સ્ટોક ૧૬૨૮ મે.ટન અને સપ્લાય કરેલ જથ્થો ૪૦૨૫ મે.ટન મળી કુલ ૫૬૫૩ મે.ટન ડી.એ.પી જીલ્લામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.
જ્યારે એન.પી.કે ખાતરનો સ્ટોક ૨૭૭૨ મે.ટન અને સપ્લાય કરેલ જથ્થો ૨૩૦૦ મે.ટન મળી કુલ ૫૦૭૨ મે.ટન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.ડી.એ.પી અને એન.પી.કે ખાતરો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવા ખેતીવાડી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં ખેડૂતોને ડીએપી અને એનપીકે પાયાના ખાતરો સમયસર મળી રહે તે માટેઆ આગામી અઠવાડીયામાં ૧૨૦૦ મે.ટન ડી.એ.પી અને ૨૦૦૯ મેે.ટન એન.પી.કે ખાતરી જથ્થો અરવલ્લી જિલ્લામાં ફાળવવામાં આવનાર છે. જિલ્લામાં ડી.એ.પી અને એન.પી.કે નો ખેડૂતોને જરૂરિયાત મુજબ જથ્થો મળી રહેવાનો હોવાનું અને ખેડૂતો તેમની જરૂરિયાત મુજબ ડી.એ.પી અને એન.પી.કે ખાતરો ખરીદવા ખેતી વિભાગ દ્વારા અનુરોધ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.