ચૂંટણી પહેલાજ 'આપ'માં હોબાળો:31 મોડાસા વિધાનસભા બેઠક માટે 'આપ'નો ઉમેદવાર જાહેર થતા જ ભડકો; સ્થાનિક ઉમેદવારની માગ કરી નોંધાવ્યો વિરોધ

અરવલ્લી (મોડાસા)25 દિવસ પહેલા

હાલ વિધાનસભાની ચૂંટણીને લઈ પાર્ટીઓ પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. ત્યારે મોડાસામાં કહીં ખુશી કહીં ગમ જેવી સ્થિતિ પેદા થઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં મોડાસામાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારને લઈ ભડકો જોવા મળ્યો.

મોડાસા વિધાનસભા ચૂંટણી માટે આપ દ્વારા રાજેન્દ્રસિંહ પરમારના નામની ગઈકાલે જાહેરાત થઈ હતી. તેના સાથે જ મોડાસા તાલુકાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોડાસાના ગાજણ પાસે આપના તમામ કાર્યકરો એકઠા થયા હતા અને હાથમાં પ્લેકાર્ડ લઈ જાહેર કરેલા બહાર ન ઉમેદવારનો વિરોધ કર્યો હતો અને બહારના ઉમેદવારને બદલવાની માગ કરી હતી. જો મોડાસા બેઠક માટે ઉમેદવાર બદલવામાં નહીં આવે તો, તમામ કાર્યકરો રાજીનામાં આપી અન્ય પાર્ટીમાં જોડાશેની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...