વરસાદી માહોલ:અરવલ્લી જિલ્લામાં 24 કલાકમાં 308 મીમી, સૌથી વધુ ધનસુરામાં 133 મીમી ભિલોડામાં 58 મી.મી અને મેઘરજમાં 73 મીમી

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 308 mi mi વરસાદ ખાબક્યો હતો જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધનસુરામાં 133 મીમી અને મેઘરજમાં 73 મીમી અને ભિલોડામાં 58 મી.મી બાયડમાં 17મી મોડાસામાં 22 મિ.મી અને માલપુરમાં 5 મીમી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. જિલ્લામાં છેલ્લા બે દિવસના સમયગાળામાં સર્વત્ર વરસાદી માહોલ રહેતા ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી છે જિલ્લામાં સૌથી વધુ અત્યાર સુધીમાં વરસાદ ધનસુરા ભિલોડા મેઘરજ તાલુકામાં પડયો હોવાનું નોંધાયું છે.

હાપામાં 47 લોકોને સલામત સ્થળે ખસેડાયા
સોમવારે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલા ભારે વરસાદને પગલે હાપા ગામમાં ગ્રામ પંચાયતની સામેના ફળીયામાં વસવાટ કરતા પરમાર પરીવારોના ઘરની તમામ સાધન સામગ્રી, અનાજ કરીયાણુ બધુ પાણીમાં ગરકાવ થઇ જતા તંત્ર દ્વારા 47 લોકોને પ્રાથમિક શાળામાં ખસેડી રહેવા જમવા સહિતની સગવડ કરવામાં આવી હતી.

સા.કાં.જિલ્લાના 4 જળાશયમાં એક જ રાતમાં 395 કરોડ લિટર પાણી આવ્યું
24 કલાકમાં સરેરાશ 44 મીમી વરસાદથી એક જ રાતમાં 4 જળાશયોમાં 395.88 કરોડ લિટર પાણીની આવક થઇ છ.ે હાથમતીમાં 1600 ક્યૂસેકની આવક થતાં 257 કરોડ લિટર, ગુહાઇમાં 534 ક્યૂસેકની આવક થતા 100.86 કરોડ લિટર પાણીની આવક થઇ હતી. ખેડવામાં 35 કરોડ અને ગોરઠીયામાં 25 કરોડ લિટર આવક થઇ હતી. ગોરઠીયા જળાશયમાં 200 ક્યૂસેક પાણી છોડાયું હતું. જવાનપુરા જળાશયમાંથી 1400 ક્યૂસેક પાણી છોડાતા બડોદરા, પનાપુર, નાવા સીમલીયા, ગઢવાલ, લાલાની મુવાડી, મહેકાલમાં એલર્ટ જાહેર કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...