દરેક વાહન ચાલકો નાણાં કમાવવાની લાલચે મુસાફરોના જીવની પરવા કરતા નથી અને નિર્દોષ મુસાફરો ક્યારેક મોતના મુખમાં ધકેલાઈ જાય છે. કંઈક આવા જ દ્રશ્યો માલપુર બસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યા છે. માલપુર નગરમાં આસપાસના ગામના એક હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં અભ્યાસ માટે આવ-જાવ કરતા હોય છે. ત્યારે આવા નિર્દોષ વિદ્યાર્થીઓને વાહન ચાલકો પોતાના વાહનની કેપેસિટી કરતા ચાર ગણા મુસાફરો ભરીને વહન કરતા હોય છે. એક માત્ર નાણા કમાવવાની લાલચે વાહન ચાલકો નિર્દોશ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકે છે.
બેદરકારીને લીધે નિર્દોષ વિદ્યાર્થીઓ મોતના મુખમાં ધકેલાય છે
માલપુર ગામમાં આસપાસના ગામડાઓના એક હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં અભ્યાસ અર્થે માલપુર આવવું પડે છે. ત્યારે એસટી બસના સમય કરતાં સહેજ વહેલા ખાનગી વાહન ચાલકો રીક્ષા છકડો જેવા વાહનોમાં તેની કેપેસિટી કરતા ચાર ઘણા વિદ્યાર્થીઓ મુસાફરોને બેસાડતા હોય છે. જેના કારણે ઘણી વખત નિર્દોષ મુસાફરો અને વિદ્યાર્થીઓ મોતના મુખમાં ધકેલાઈ જતા હોય છે. ખાનગી વાહન ચાલકો એક માત્ર નાણાં કમાવવાની લાલચે ઓવરલોડ વાહનો વહન કરતા હોય છે.
પોલીસ તંત્રને આ નહીં દેખાતું હોય શું ?
એસટી બસ સ્ટેશન પાસેથી જ વાહન ની કેપેસિટી કરતા ચાર ગણા વિદ્યાર્થીઓ વાહનમાં ભરે છે. તો શું પોલીસ તંત્રને નહીં દેખાતું હોય ? પોલીસ સ્ટેશનમાં ટ્રાફિકની જવાદરી સાંભળતા કર્મચારીઓના આંખે નાણા રૂપી પાટો બાંધેલો હશે ? જ્યાં સુધી કોઈ અકસ્માતની ઘટના નથી બનતી ત્યાં સુધી તો સારું લાગે છે. પણ જ્યારે અકસ્માત થાય તો નિર્દોષ વિદ્યર્થીઓ મોતના મુખમાં ધકેલાઈ જવાની શક્યતા રહેલી છે. તો શું સરકારી પોલીસ અને આર્ટીઓ તંત્ર મોત મોટા અકસ્માતની રાહ જોઇ રહ્યુ છે ? શું આ દ્રશ્યો જોઈને જિલ્લા અને રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓના મનમાં નિર્દોશ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના પેદા થશે ? આવા અનેક સવાલો પેદા થાય છે. માલપુર અને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર જાગે અને આવા ઓવરલોડ વાહન ચાલકોને ઝડપી યોગ્ય સજા કરી નિર્દોષ ભૂલકાઓના જીવ બચાવે એ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.