સુરક્ષિત:અરવલ્લીના 30 યાત્રાળુઓ અમરનાથ આસપાસ સુરક્ષિત

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના અને પહાડપુરના 20 યાત્રાળુ રસ્તામાં
  • ભિલોડા, મેઘરજ અને ધનસુરાના 10 યાત્રાળુઓ શ્રીનગર, પહલગામ અને અમરનાથમાં સુરક્ષિત

અરવલ્લીમાંથી 30 યાત્રાળુઓ અમરનાથના દર્શન માટે નીકળ્યા હતા. જેમાં મોડાસાના અને નજીકના પહાડપુરના 20 યાત્રાળુ રસ્તામાં છે. ધનસુરા ભિલોડા અને મેઘરજ ના 10 યાત્રાળુઓ શ્રીનગર અને અમરનાથમાં અને પહલગામમાં સુરક્ષિત હોવાનું અધિકારી એન.એલ.પરમારે જણાવ્યું હતું.

ધનસુરા ના અને નજીકના ગામના 6 યાત્રાળુઓ અમરનાથના દર્શન નીકળ્યા છે. દરમિયાન કુદરતી હોનારત સર્જાતાં 6 યાત્રાળુ પૈકી એક યાત્રાળુ શનિવારે વૈષ્ણોદેવી ખાતે એક અને બે યાત્રાળુઓ પડાનપુર અને 3 યાત્રાળુઓ અમરનાથ ગુફા નજીકના સ્થળે સલામત હોવાનું વહીવટી વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું. ભિલોડાના બે યાત્રાળુઓ શ્રીનગર ખાતે સુરક્ષિત છે.

મેઘરજના બે શિક્ષકો ઉત્પલ ઉપાધ્યાય અને તપન ઉપાધ્યાય બંને પહલગામમાં સુરક્ષિત હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. મોડાસા અને બાજુના પહાડપુરના 20 યાત્રાળુઓ ટ્રાવેલ્સ દ્વારા અમરનાથના દર્શને નીકળ્યા છે અને તેઓ જોધપુર રણુંજા પાસે સુરક્ષિત છે અને તેઓ તા. 15-16 જુલાઈ દરમિયાન અમરનાથ પહોંચવાના હોવાની માહિતી સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...