નાણાં ભરેલું પર્સ લૂંટી તસ્કરો ફરાર:બાયડમાં ઇકો કારમાંથી 3 લાખ ભરેલાં પર્સની ઉઠાંતરી; પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી

અરવલ્લી (મોડાસા)22 દિવસ પહેલા

હાલ સમગ્ર ગુજરાતમાં તસ્કરો વધુ સક્રિય થયા હોય તેવું જણાઈ રહ્યું છે. સોના-ચાંદી ,રોકડ ,વાહનો જેવી ચોરીની ઘટનાને તસ્કરો અંજામ આપતા હોય છે. ત્યારે બાયડમાં ઇકો કારમાંથી નાણાં ભરેલાં પર્સની તફડચી કરવામાં તસ્કરો સફળ થયા છે.

ફિલ્મી ઢબે કારમાંથી નાણાં ભરેલું પર્સ લઈ પલાયન
હિંમતનગરનો વેપારી હોલસેલ સોપારીનો વ્યવસાય કરવા માટે બાયડ આવતાં હોય છે. આખા નગરના વેઓરીઓને ત્યાં સોપારીનું વેંચાણ કરી વેપારી સોપારી વેંચાણના રૂ. 3 લાખ ભરેલું પર્સ ઇકો કારમાં મૂકી બાયડ બસ સ્ટેશન વિસ્તારમાં હતાં. આ સમયે કોઈ તસ્કર બાતમી આધારે ફિલ્મી ઢબે કારમાંથી નાણાં ભરેલું પર્સ લઈ પલાયન થઈ ગયો હતો.

CCTV આધારે તપાસ હાથ ધરી
સમગ્ર ઘટના બાબતે વેપારી ગભરાઈ ગયો હતો અને ઘટના અંગે બાયડ પોલિસને જાણ કરી હતી. બાયડ પોલીસે CCTV આધારે તસ્કરને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...