તસ્કરી:ભિલોડા BOBના અધિકારીના બંધ ઘરમાંથી 3 લાખની ચોરી

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોના-ચાંદીના ઘરેણાં, લેપટોપ અને રોકડની ચોરી

ભિલોડાની બેંક ઓફ બરોડામાં એગ્રીકલ્ચર ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારીના ભાડાના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો સોના-ચાંદીના, ઘરેણાં, લેપટોપ અને રોકડ સહિત કુલ રૂ.3,09,000 ની મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો. ભિલોડાની અન્નપૂર્ણા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા બેંક ઓફ બરોડાના એગ્રીકલ્ચર અધિકારી વિકાસભાઈ અરવિંદભાઈ ખેડવાલ બેંકની તાલીમ માટે અમદાવાદ ગયા હતા અને તેમના પત્ની જબલપુર ખાતે પિયર ગયા હતા.

દરમિયાન બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો દરવાજાનો નકુચો તોડી અંદર ગેરકાયદે ઘૂસી કબાટમાં રહેલા સોના ચાંદીના ઘરેણા અને લેપટોપ 2,79,000 તેમજ રોકડ 30,000 સહિત કુલ રૂ.3,09,000 ની મત્તાની ચોરીને અંજામ આપતાં વિકાસભાઈ અરવિંદભાઈ ખેડવાલ રહે અન્નપૂર્ણા સોસાયટી ભિલોડા એ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...