અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના મોડાસા ભિલોડા અને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
મોડાસા અને ભિલોડા તાલુકાના સરડોઈ, વાશેરા કંપા, સુનોખ પંથકમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે સૌથી વધુ સરડોઈમાં અડધો કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે સુનોખ પંથકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો ખાસ સરડોઈમાં જાણે ગામમાં ઘોડાપુર આવ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા સરડોઈની દુકાનોમાં પાણી ગુસ્યા હતા વેપારીઓ ને માલસામાનમાં નુકશાની આવી છે બજારોમાં ભારે પ્રવાહથી પાણી વહેવા લાગ્યું બજાર માં કમર સમાં પાણી વહ્યા સરસોઈ આસપાસ ડુંગરો છે તો ડુંગર પર માતાજી ના મંદિરના પગથિયાં પર જાણે ધોધ વહેતો હોય એવો આલાહદક નજારો જોવા મળ્યો સુનોખમાં પણ રસ્તા નદીઓ બન્યા ખેતરો જળબંબાકાર બન્યા હતા હજુ પણ વરસાદ વરસે એવી સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.