ગમખ્વાર અકસ્માત:મોડાસા-માલપુર હાઇવે પર ફરેડી પાસે કારની ટક્કરે બાઇકસવાર 3નાં મોત

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાઇક અને કારનો કચ્ચરઘાણી નીકળી ગયો હતો - Divya Bhaskar
બાઇક અને કારનો કચ્ચરઘાણી નીકળી ગયો હતો
  • કારે બાઇકને પાછળથી ટક્કર મારી બે ગુલાંટ ખાઇ 10 ફૂટ નીચે ખાડામાં ખાબકી, માલપુરના ટીસ્કીના અને વાવડીના તેમજ મોડાસાના ફરેડીના ડમ્પર ચાલકો બાઇક પર જઇ રહ્યા હતા
  • કારચાલક અને તેની સાથે રહેલી મહિલાનો આબાદ બચાવ થતાં બંને કાર મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યા, 3 ડમ્પર ચાલકોના મોતથી પંથકમાં અરેરાટી ફેલાઇ

મોડાસા-માલપુર નેશનલ હાઇવે ઉપર ફરેડી પાસે શનિવાર બપોરે માલપુર તરફ બાઇક પર જઇ રહેલા 3 ડમ્પર ચાલકોને પાછળથી કારે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અને બાઇક હવામાં ફંગોળાઈને 10 ફૂટ નીચે ખાડામાં ખાબક્યા હતા. અકસ્માતમાં ઘટનાસ્થળે ત્રણેય ચાલકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. મૃતકો ઘટનાસ્થળથી નજીકના વિસ્તારના હોવાથી મોટી સંખ્યામાં તેમના સગા સંબંધીઓ અને પરિજનો દોડી આવ્યા હતા અને ભારે રોકકળ કરી કકળાટ મચાવી મૂક્યો હતો.

ફરેડી પાસે બપોરે માલપુર તરફ બાઇક પર જઈ રહેલા માલપુર તાલુકાના ટીસ્કી અને વાવડીના બે ડમ્પર ચાલક અને મોડાસાના ફરેડીનો ડમ્પર ચાલકને પાછળથી કાર નંબર જીજે 15 સીએચ 0194 એ ટક્કર મારતાં બાઇક અને કાર સાથે 1500 ફૂટ હવામાં ફંગોળાઈને બે પલટી મારી ગઇ હતી અને તેની સાથે બાઇકને પણ ઢસડી જતાં બાઇક ચાલક અને તેની ઉપર સવાર અન્ય બે શખ્સોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે તેમના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

કારચાલક અને તેની સાથે રહેલી મહિલાનો આબાદ બચાવ થયો હતો અને બંને ગાડી મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આજુબાજુથી ખેડૂતો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી ગયા હતા અને 108 નો સંપર્ક કર્યો હતો. માલપુર તરફથી અને મોડાસા તરફથી 108 દોડી આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય ડ્રાયવર મિત્રોનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

કાર ચાલક અને મહિલા વાપીના હોવાનું ધારણાં
અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાંકાર અને બાઇક બંનેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારની હાલત ડબ્બા જેવી થઈ ગઈ હતી કે તેમાં બેઠેલા મહિલા અને ચાલક અને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. પરંતુ તેઓ કઈ સ્થિતિમાં ગાડીમાંથી બહાર નીકળીને ભાગી છૂટ્યા તે ગ્રામજનો માટે ચર્ચાનો વિષય બન્યો હતો. ઉપરોક્ત કારચાલક અને મહિલા વાપીના હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કમનસીબ ત્રણ મૃતકો
1.રજનીકભાઈ ભુરાભાઈ બામણીયા (45) રહે. ટીસ્કી તા. માલપુર
2. ભવાનભાઈ જેઠાભાઈ બામણીયા (45) રહે ફરેડી. તા.મોડાસા
3. રેવાભાઇ કોહ્યાભાઈ ખાંટ (50) રહે. વાવડી તા. માલપુર

મૃતક ડમ્પર ચાલક અન્ય બે મિત્રોને ઘરે મૂકવા જતો હતો
અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણેય ડમ્પરના ચાલકો બાઇક પર બેસીને એકબીજાને ઘરે છોડવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન ત્રણે કાળનો કોળિયો બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...