કાર્યવાહી:અરવલ્લીમાં દેશી દારૂના વધુ 29 ગુના નોંધાયા,4 આરોપી ઝડપાયા

મોડાસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસે 106 લિટર દેશીદારૂ કબજે કરી 150 લિટર વોશ નાશ કર્યો

બરવાળા અને રોજીદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ અરવલ્લી જિલ્લા પોલીસ હરકતમાં આવી છે પોલીસે દેશી દારૂ બનાવતા લોકો ઉપર તવાઈ કરતાં 8 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરીને વધુ 29 ગુના નોંધાયા હતા. જોકે રેડ દરમિયાન માત્ર 4 આરોપીઓ ઝડપાયા હોવાનું અને બાકીના આરોપીઓ ફરાર થઈ ગયા હતા.જિલ્લા પોલીસે છેલ્લા બે દિવસથી દેશી દારૂ બનાવતા લોકો ઉપર તવાઈ શરૂ કરી છે. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને નશીલ માદક પદાર્થોની હેરાફેરી કરતા અને દેશી દારૂ અને વિદેશી દારૂનો વેપલો કરતા લોકોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે

જેના ભાગરૂપે પોલીસે રેડ કરીને શામળાજી 2 સાઠંબા 5 મોડાસા ટાઉન 5 રૂરલ પોલીસ સ્ટેશન મોડાસા 5 ધનસુરા પોલીસ સ્ટેશન 4 માલપુર પોલીસ સ્ટેશન 2 બાયડ પોલીસ સ્ટેશન 4 અને ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 જગ્યા સહિત કુલ ૨૯ જગ્યાએ એ રેડ કરીને 106 લિટર કરતાં વધુ દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને 135 લિટર કરતાં વધુ અને 150 લિટર કરતાં વધુ વોશનો નાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...