મોડાસાના માઝૂમ ડેમમાંથી રવિ પાકની સિઝનની વાવણી માટે સિંચાઈ વિભાગ દ્વારા પ્રથમ રાઉન્ડમાં 25 ક્યૂસેક પાણી છોડતાં મોડાસા અને ધનસુરા તાલુકાના 25 કરતાં વધુ ગામડાના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. ખેડૂતોને રવિ પાકની સિઝન ની વાવણી માટે જળાશયમાંથી સિંચાઈ વિભાગ દ્વારા રવિવારે નહેરમાં 25 ક્યૂસેક પાણી છોડાયું હતું.
સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એન. ટી.સોલંકીએ જણાવ્યું હતું કે મોડાસા અને ધનસુરા તાલુકાના ખેડૂતોને રવિ પાકની સિઝન માટે પૂરતું પાણી મળી રહે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા પાંચ રાઉન્ડ પાણી છોડવાનું આયોજન કરાયું છે.
માઝૂમ સિંચાઈ વિભાગના પાર્થભાઈ પટેલે જણાવ્યું કે માઝૂમ જળાશયમાંથી પાણી છોડતાં બંને તાલુકાના 1500 કરતાં વધુ ખેડૂતો ની 1000 હેક્ટર જમીન સિંચન થવાનો અંદાજ છે. રવિ પાકની સિઝનમાં સમયસર પાણી છોડતાં ખેડૂતોના દિવેલા ચણા અને રાયડાના પાકમાં ફાયદો થતાંખેડૂતો સિંચનના કામે લાગ્યા હોવાનું મોડાસાના મુનશીવાડાના અગ્રણી ખેડૂત પંકજભાઈ નરસિંહભાઈ પટેલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.