કાર્યવાહી:મોડાસાના સાયરા નજીક કારમાંથી 2.40 લાખનો વિદેશી દારૂ પકડાયો

મોડાસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હંમેશાની જેમ કારનો ચાલક પોલીસને જોઇ કાર મૂકી ફરાર થઇ ગયો

મોડાસાના સાયરા વાવ કંપા રોડ ઉપર એલસીબીએ બાતમીના આધારે નાકાબંધી કરી હતી. દરમિયાન વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહેલા કારનો ચાલક અને અન્ય શખ્સ કારને રિવર્સ મારીને ખેતરમાં મૂકીને ભાગી છૂટ્યા હતા. પોલીસે કારની તલાશી લેતાં અંદરથી રૂ. 2,40,800નો વિદેશી દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો.

મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં એલસીબી દ્વારા પેટ્રોલિંગ કરતાં દરમિયાન પીઆઇ સી પી વાઘેલાને બાતમી મળી હતી કે કાર નં. gj 01 rx 84 87 માં બે શખ્સો રાજસ્થાનથી વિદેશી દારૂ લઈને વિરપુર બોર્ડર થઈ વાવ કંપા મોડાસા થઈ અમદાવાદ જવાના હોવાની માહિતીના આધારે પોલીસે મોડાસાના સાયરા વાવ કંપા રોડ ઉપર નાકાબંધી કરી હતી.

દરમિયાન ઉપરોક્ત કારનો ચાલક નાકાબંધી જોઈને કારને રિવર્સ મારી ખેતરમાં કાર મૂકીને ચાલક સહિત બે શખ્સો ભાગી છૂટ્યા હતા. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની પેટી નંગ 26 તેમજ અન્ય છૂટી બોટલો સહિત કુલ નંગ 716 મળ્યા હતા. પોલીસે 2,40, 800 નો વિદેશી દારૂનો જથ્થો તેમજ કાર સહિત કુલ રૂ. 540800 નો મુદ્દામાલ કબજે લઈને ભાગી છૂટેલા ચાલક સહિત બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...