મોડાસા સેશન્સ કોર્ટે સજા ફટકારી:ધનસુરાના ખોખરના મુવાડામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદ

મોડાસાએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અઢી વર્ષની અગાઉની ઘટનામાં પાડોશીને સજા ફટકારતી મોડાસા સેશન્સ કોર્ટ
  • પશુઓના વાસીદાનું કામ કરતી સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું

ધનસુરાના ખોખરના મુવાડા રમાણામાં અઢી વર્ષ અગાઉ પશુઓના વાસીદાનું કામ કરી રહેલી સગીરાની એકલતાનો લાભ લઇ પાડોશીએ તેના ઘરમાં લઈ જઈ ચપ્પુ બતાવી તેના ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો.

આ અંગે પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો હેઠળ ગામના કાળાભાઈ સબુરભાઇ ખાંટ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાતાં આ કેસ મોડાસાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ એચ.એન.વકીલે સરકારી વકીલ દિનેશભાઈ એસ. પટેલની રજૂઆતો અને આધાર પુરાવા ગ્રાહ્ય રાખી આરોપીને જુદી જુદી કલમો હેઠળ 20 વર્ષની કેદની સજા ફટકારી હતી.

ધનસુરાના ખોખરના મુવાડા રમાણ માં તા. 24-1-2020 ના રોજ સાંજે 6 કલાકે 11 વર્ષ 6 મહિનાની ઉંમર ધરાવતી સગીરા પશુઓના વાસીદાનું કામ કરી રહી હતી. ત્યારે સગીરાની એકલતાનો લાભ લઇને પડોશી કાળા સબુરભાઇ ખાંટ સગીરાને પકડીને તેના ઘરમાં લઈ જઇ ચપ્પુ બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ફરાર થઇ ગયો હતો.

આ અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મેડિકલ ચેક અપ કરીને આરોપી સામે જુદી જુદી કલમો હેઠળ પોક્સો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આ કેસ મોડાસાની સેશન્સ કોર્ટમાં શનિવારે ચાલી જતાં ન્યાયાધીશ એચ. એન. વકીલે મુખ્ય જિલ્લા સરકારી વકીલ દિનેશભાઈ એસ. પટેલની રજૂઆતો અને આધાર પુરાવા ગ્રાહ્ય રાખીને આરોપી કાળાભાઈ સબુરભાઇ ખાંટ રહે. ખોખરના મુવાડા રમાણા તા.ધનસુરા જિ.અરવલ્લીને જુદી જુદી કલમો હેઠળ કસૂરવાર ઠેરવીને તેને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...