ધરપકડ:મોડાસામાંથી ચોરીના પાંચ મોબાઈલ અને બાઇક સાથે 2 રાજસ્થાની ઝબ્બે

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસામાંથી અગાઉ મોબાઇલની દુકાનમાંથી ચોરી કરનાર રમેશ કાલબેલિયા ઝબ્બે
  • ડેપોમાં મુસાફરના સ્વાંગમાં રહી મુસાફરોના પર્સમાંથી 5 ફોન ચોર્યા હતા

મોડાસા ટાઉન પોલીસે મહિસાગરના લુણાવાડા માલપુર અને મેઘરજ બસ સ્ટેશનમાંથી મુસાફરના સ્વાંગમાં રહી મુસાફરોના પર્સમાંથી ઉઠાંતરી કરેલા 5 મોબાઈલ અને એક ચોરીના બાઇક સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી રૂ.74 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફે મોડાસા શહેરમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે મહિસાગરના લુણાવાડા બસ સ્ટેશન અને મેઘરજ તેમજ માલપુર બસ સ્ટેશનમાંથી ચોરી કરેલા 5 મોબાઈલ અને રાજસ્થાનમાંથી ચોરેલ બાઇક નં. આરજે 27 એસવી 0051 લઈને રાજસ્થાનના બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મોડાસાના બજારમાં ચોરીના મોબાઇલ વેચવા નીકળ્યા હોવાની માહિતીના આધારે પોલીસે મેઘરજ રોડ ઉપર પાવન સિટી પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થતાં રાજસ્થાનના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ બે આરોપી પૈકી રમેશ જોરાજી અમરાજી કાલબેલિયા અગાઉ મોડાસાની મોબાઇલની દુકાનમાં ચોરીમાં ઝડપાઈ ચૂક્યો હતો પોલીસે બંનેની તલાશી લેતાં તેમની પાસેથી ચોરીના 5 મોબાઈલ અને રાજસ્થાનમાંથી ચોરી કરેલ બાઇક મળ્યુ હતું.

ઝડપાયેલા આરોપીઓ
1.રમેશ જોરાજી અમરાજી કાલબેલિયા જોગી હાલ રહે. મોડાસા મેઘરજ રોડ મૂળ રહે. ડિગરી તા. સરાડા જિ.ઉદયપુર
2. ગમાના જોરાજી નાથુજી કાલબેલિયા હાલ રહે. મેઘરજ રોડ મોડાસા મૂળ રહે પાલ સરાડા સેમબારી રોડ તા.સરાડા

અન્ય સમાચારો પણ છે...