કોરોના સંક્રમણ:ભિલોડા અને મેઘરજ તાલુકામાં સતત બીજા દિવસે 2 કોરોના કેસ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં 645 લોકોના RT-PCR ટેસ્ટ કરાયાં
  • આરોગ્ય વિભાગ દ્વારા 6721 લોકોનો​​​​​​​ સર્વે ​​​​​​​કરાયો

અરવલ્લી જિલ્લામાં અઢી માસ બાદ કોરોનાની એન્ટ્રી થતાં સોમવારે ભિલોડા અને મેઘરજ ના બે દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા અને મંગળવારે સતત બીજા દિવસે વધારો થતાં બંને તાલુકાના ગામડાઓમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 559 પહોંચી છે.

સોમવારે ભિલોડા અને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવના દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસમાં 645 લોકોના આરટીપીસીઆર કરાયા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરીને 6721 લોકોનો સર્વે કરાયો હતો.

સોમવારે ભિલોડા અને મેઘરજ તાલુકામાં કોરોના પોઝિટિવ વધુ બે દર્દીઓ નોંધાયા હતા તદુપરાંત બે દર્દીઓ એક્ટિવ હોવાનું પણ નોંધાયું છે. જિલ્લામાં બે દિવસમાં કોરોના પોઝિટિવના 4 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોક્ત દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...