કાર્યવાહી:વડાલી-મોડાસામાંથી 175 ચાઇનિઝ ફિરકી સાથે 3 ઝબ્બે

મોડાસા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાલીમાંથી 81, બારડીયા કંપામાંથી 21 અને મોડાસાના કઉંટાંડામાંથી 73 ચાઇનિઝ ફિરકી SOGએ પકડી
  • અરવલ્લી એસઓજીએ 21,900નો મુદ્દામાલ અને સાબરકાંઠા એસઓજીએ 20400નો મુદ્દામાલ કબજે કર્યો

વડાલી તાલુકામાંથી બે જગ્યાએ સાબરકાંઠા એસઓજીએ 102 ચાઇનિઝ ફિરકી સાથે બે શખસોને પકડ્યા હતા. મોડાસાના કઉટાંડામાં ગેરકાયદે ચાઈનિઝ દોરીનો જથ્થો રાખી વેચાણ કરતાં શખ્સને અરવલ્લી એસઓજીએ બાતમી આધારે રૂ. 21,900 ની ચાઈનિઝ દોરીના જથ્થા સાથે રસ્તા ઉપરથી દબોચી લીધો હતો. પોલીસે આરોપી પાસે રહેલા જુદાજુદા થેલામાં મૂકેલી 73 નંગ ચાઈનિઝ ફિરકીનો જથ્થો કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કેટલાક પતંગના રસિયાઓ પોતાનો શોખ પૂરો કરવા માટે પ્રતિબંધિત ચાઇનિઝ દોરીનો ઉપયોગ કરે છે. ત્યારે બાતમીના આધારે વડાલીમાં એસઓજી દ્વારા 8 જાન્યુઆરી રેપડી માતાજીના મંદિરની સામે રોકસ્ટાર સાઉન્ડ નામની પતંગની દુકાનમાં તપાસ કરતાં ચાઈનિઝ દોરીની 81 ફિરકી કિં. 16200 મળી આવતાં બારોટ મિલન કાંતિભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

એસઓજી પોલીસને બાતમી મળતાં વડાલી તાલુકાના દાંત્રોલી ગામનો ઠાકોર વિષ્ણુ અમરતભાઈ નામનો શખ્સ બારડીયાકંપા સીમમાં રોડ ઉભો છે. તે બાતમી આધારે એસઓજીએ રેડ કરતાં થેલામાંથી ચાઈનિઝ દોરીની 21 ફિરકી કિં.4200 મળી આવતાં એસઓજી દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અરવલ્લી એસઓજીનો સ્ટાફ ચાઈનિઝ દોરી અને તુક્કલના વેચાણને અટકાવવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કઉટાંડામાં રહેતો વિવેકકુમાર વસંતભાઈ ડાભી (19) ચાઈનિઝ દોરી રાખતો હોવાની માહિતીના આધારે પોલીસે રેડ કરી ઘર આગળ થેલીમાં 43અને ખાલી થેલામાંથી 30 નંગ સહિત કુલ 73 નંગ MONO sky કંપનીની બ્રાન્ડવાળી ફિરકી સાથે ઝડપી કુલ રૂ. 21,900નો જથ્થો કબજે કરાયો હતો.

અરવલ્લીમાં ચાઈનિઝ દોરી સંગ્રહ ઉત્પાદન અંગે 100 નંબર ઉપર ફરિયાદ કરી શકાશે
ચાઇનિઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનિઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે નાગરિકો 100 નંબર ઉપર ફરિયાદ કરી શકશે.ચાઇનિઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનિઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું અરવલ્લી જિલ્લામાં ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને સૂચના અપાઇ હોવાનું ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે. આ સંદર્ભે લોકજાગૃતિ કેળવવા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો, જાહેર જગ્યા ઉપર લગાવેલ એલ.ઇ.ડી. સ્ક્રીન પર સમયાંતરે જનજાગૃતિ સંદેશાઓ પ્રસારિત કરવા તથા શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા સૂચન કરાયા છે.

અરવલ્લીમાં 2 વર્ષમાં 216 પશુ-પક્ષીઓને સારવાર અપાઇ
અરવલ્લીમાં વર્ષ 2019-20માં 121 પક્ષી-પશુઓને સારવાર આપવામાં આવી હતી. જ્યારે વર્ષ 2021-22માં 95 પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. ઘાયલ થયેલા 7 પક્ષીઓના મોત થયા હોવાનું નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...