ધરપકડ:મોડાસાના ભવાનીપુરાકંપા પાસેથી 1.64 લાખના દારૂ સાથે શખ્સ ઝબ્બે

મોડાસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર સહિત કુલ 6.65 લાખની ​​​​​​​મત્તા જપ્ત, અન્ય શખ્સ ફરાર

અરવલ્લી એલસીબીએ મોડાસા હિંમતનગર હાઇવે ઉપર નાકાબંધી કરી વિદેશી દારૂનો જથ્થો ભરીને જતી કારનો પીછો કરી ભવાનીપુરા કંપા પાસેથી રૂ. 1,64,500ના વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે પીછો કરવા છતાં ભાગી છૂટેલા અન્ય આરોપીને ઝડપી પાડવા એલસીબીએ કવાયત હાથ ધરી છે. મોડાસા હિંમતનગર હાઇવે ઉપર એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનથી કાર નં. gj 01 wb 7580માં બે શખ્સો વિદેશી દારૂ લઈ શામળાજી થી મેઢાસણ ખુમાપુર સ્ટેન્ડ પાસેથી પસાર થવાની માહિતીના આધારે એલસીબીએ નાકાબંધી કરી હતી.

દરમિયાન ઉપરોક્ત કાર આવતાં પોલીસે પીછો કરતા ચાલકે કાર હંકારી મૂકી હતી આગળ જતા કાર ભવાનીપુરા કંપા પાસેથી ઝડપી લીધી હતી. પોલીસે સુરેશ તગારામ દુદારામ જાટ રહે. બાયડાઉ તા.ચોહરન જિ.બાડમેરને પકડી લીધો હતો. મોકાનો ફાયદો ઉઠાવીને અન્ય આરોપી ભાગી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...