મોડાસામાં જિલ્લા સેવા સદન પાસે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં દોડી ગયેલી ટાઉન પોલીસને અકસ્માત સ્થળેથી ઉભા રહેલા ડમ્પરના કેબિનમાંથી 120 લિટર દેશી દારૂ મળ્યો હતો. પોલીસે ડમ્પર ચાલકની પૂછપરછમાં તેણે ગાજણ ટોલનાકાથી બે કિમી દૂર રસ્તા ઉપર પોટલા લઈને ઉભી રહેલી બે અજાણી મહિલાઓ અને પુરુષને કેબિનમાં બેસાડ્યા હતા.
મોડાસા સેવાસદન પાસે બપોરે ડમ્પર નં. આરજે 09 જેસી 9074 અને ઇકો નંબર જીજે 09 બીએચ 7157 તેમજ છોટા હાથી નં. જીજે 31 ટી 2153 વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા અકસ્માતમાં વાહનચાલકો અને તેમાં મુસાફરી કરતાં લોકોનો બચાવ થયો હતો. દરમિયાન મુસાફરો વાહનમાંથી નીચે ઉતરીને છૂ થઈ ગયા હતા.
અકસ્માતના પગલે ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કરતાં પોલીસને ડમ્પરના કેબિનમાં તપાસ કરતાં પોલીસને પ્લાસ્ટિકની થેલીઓમાં દૂધીની આડમાં સંતાડવામાં આવેલો રૂ. 2400નો દેશી દારૂનો 120 લીટર જથ્થો મળ્યો હતો. મોડાસા ટાઉન પોલીસે ડમ્પર ચાલક ખેમરાજ લસ્સી રામજી સાલવી રહે. લાલપુર ભીન્ડર તા. વલ્લભનગર જિ. ઉદયપુર વિરુદ્ધ ગુનો નોંધીને દેશી દારૂ અને ડમ્પર સહિત કુલ રૂ. 252400 નો મુદ્દામાલ કબજે લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.