ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલુ:મોડાસા બેઠકની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ભિલોડા બેઠક માટે 12 ટિકિટ વાંચ્છુકોએ દાવેદારી નોંધાવી

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

અરવલ્લી જિલ્લામાં પ્રદેશ નિરીક્ષક વિભાવરીબેન દવે, દિલીપસિંહ ઠાકોર અને પરાક્રમસિંહ જાડેજા દ્વારા મોડાસા બેઠકની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે શુક્રવારે ભિલોડા વિધાનસભા બેઠક માટે દાવેદારોએ પોતાના બાયોડેટા આપ્યા હતા. ભિલોડા બેઠક માટે કુલ 12 દાવેદારોએ દાવેદારી પત્રો આપ્યા હતા.

ભિલોડા બેઠક માટે કુલ 12 દાવેદારોએ દાવેદારી પત્રો આપ્યા
ભિલોડા વિધાનસભા બેઠક પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. ચાલુ ધારાસભ્ય ડો અનિલ જોષીયરાના અવસાન બાદ આ બેઠક કબજે કરવા બંને પાર્ટીઓએ કમર કસી છે. ડો. અનિલ જોષીયરાના પુત્ર કેવલ જોષીયરા ભાજપમાં જોડાતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. પૂર્વ આઇપીએસ પી સી બરંડાએ પણ દાવો કર્યો છે. જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ કનું મનાત, રાજ્ય સભા સાંસદ રમીલાબેન બારાના બહેન અને અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય નિલાબેન મોડિયા, રાજુભાઇ નિનામાં સહિતના દાવેદારોએ ટીકીટ માટે દાવો કર્યો છે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં ભિલોડા બેઠક મહત્વની પુરવાર થાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...