લમ્પી વાઈરસનો કહેર:અરવલ્લી જિલ્લામાં 12 કેસ મળી આવ્યા; સતત વધી રહેલા કેસ સામે પશુપાલન વિભાગ સક્રીય

અરવલ્લી (મોડાસા)11 દિવસ પહેલા

સમગ્ર ગુજરાત માં પશુઓ માં લમ્પી વાઈરસના રોગે કહેર મચાવ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લો પણ બાકાત રહ્યો નથી. પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીમો બનાવી સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ પશુઓ માટે કડક આદેશ સાથે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જિલ્લામાં અત્યાર સુધી 35 કેસ નોંધાયા
લમ્પીના ચેપી રોગે અરવલ્લી જિલ્લામાં પણ પગ પેસારો કર્યો છે, ત્યારે જિલ્લાના બાયડ તાલુકામાં પશુઓમાં લમ્પીના 12 કેસ મળી આવ્યા છે. બાયડ તાલુકા પશુપાલન વિભાગ દ્વારા સર્વે કરાતા પશુઓમા લમ્પીના લક્ષણો જણાઈ આવતા નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલી અપાયા હતા. બાયડ તાલુકાના ચોઈલા રોડ પર ચાલતા પશુ વેપારના સ્થળે પણ અધિકારી દ્વારા સલાહ સુચન કરી બહારથી પશુઓની હેરફેર બંધ કરવા માટે સૂચના આપી છે. હાલ ત્યાં જેટલા પશુઓ છે તેમનું અને તાલુકાના તમામ પશુઓનું વેકસીનેશન પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આમ જિલ્લામાં અત્યાર સુધી પશુઓ માં લમ્પીના 35 કેસ નોંધાયા છે. જો કે હજુ સુધી એક પણ પશુનું લમ્પીના કારણે મોત નોંધાયું નથી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...