ભારત દેશ આઝાદ થયા તેને 75 વર્ષ પૂર્ણ થતાં દેશના તમામ રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય છે. ત્યારે આજે મોડાસા ખાતે ગવર્નમેન્ટ એન્જીનીયરિંગ કોલેજ અને સરકારી આઈટીઆઈના 500 વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં ધ્વજ રાખી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.
મોડાસાના અલગ-અલગ વિસ્તારમાં યાત્રામાં કાઢવામાં આવી
આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ દ્વારા 111 ફૂટનો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ' ના નારા લગાવવામાં આવ્યા હતા. મોડાસાના અલગ-અલગ વિસ્તારમાં યાત્રા ફરી હતી અને મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે યાત્રાનું સમાપન થયું હતું. સમગ્ર મોડાસા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.