દાગીનાની ભેંટ:મોડાસાના ઉમિયા માતાજીના મંદિરમાં ભક્તો દ્વારા 10 તોલા સોનાના દાગીના અર્પણ કરાયાં

મોડાસા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાથના કંકણ, સોનાનો હાર, સોનાની બુટ્ટી, માતાજીને નથણી સહિત કુલ 10 તોલા સોનાના દાગીનાની ભેંટ

મોડાસા શહેરના રોડ ઉપર આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં માઈ ભક્તો દ્વારા 10 તોલા સોનાના જુદા જુદા દાગીના અર્પણ કરવામાં આવ્યા હોવાનું મંદિરના મહંત શાસ્ત્રી વિષ્ણુપ્રસાદજીએ જણાવ્યું હતું. પંચમ પાટોત્સવમાં ભક્ત સમુદાય દ્વારા સંકલ્પ કરાયો હતો.

જેના ભાગરૂપે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે માતાજીને હાથના કંકણ, સોનાનો હાર, સોનાની બુટ્ટી, માતાજીને નથણી સહિત કુલ 10 તોલા સોનાના દાગીના માઈ ભક્તો દ્વારા ઉમિયા માતાજીની અર્પણ કરવામાં આવ્યા હતા.

​​​​​​​ સોનાનો દાન મળે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ દિનેશભાઈ કચ્છ કરવા પાટીદાર સમાજના પ્રમુખ ચંદુભાઈ સમાજના આગેવાન મોહનબાપા તથા ઉમિયા માતાજી મંદિરના સર્વ ટ્રસ્ટીઓ દાતાઓ હાજર રહ્યા હતા તથા મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ ઉમિયા માતાજી મંદિરના પૂજારી એ સૌને આશીર્વાદ પ્રદાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...