ધરપકડ:વણિયર પ્રાણીનો શિકાર કરનારો મદારીને મેઘરજ વન વિભાગે પકડ્યો

મેઘરજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વણિયર પ્રાણી દુર્લભ અને શિડ્યુલ-2 ની શ્રેણીમાં આવે છે
  • શિકારીએ વણીયરનો શિકાર માંસ ખાવા માટે કર્યો હોવાનું જણાવ્યું

અરવલ્લીના જંગલોમાં દુર્લભ અને શિડ્યુલ-2 ની શ્રેણીમાં આવતું વણીયર નામના પ્રાણીનો શિકાર મેઘરજ પંથકમાં થતા વન વિભાગે ગુનાના થોડા જ દિવસોમાં શિકારી પૂનમનાથ જાફરનાથ મદારીને બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલો આરોપી હાલ મૃતક વણીયર પ્રાણીનો શિકાર માંસ ખાવા માટે કર્યો હોવાનું ગાણું ગાઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ વણીયર પ્રાણીઓનું તાંત્રિક વિધિમાં ઉપયોગ થતો હોવાથી તેના હજારો ઉપજતા હોવાથી શિકારીઓ તેનો શિકાર કરવા રાત્રિના સમયે જંગલોમાં ફરતા હોય છે. મેઘરજના મહિલા આર.એફ.ઓ જે. કે. ડામોરે તેમની વિસ્તારમાં વણીયર પ્રાણીઓનો શિકાર થતા આ અંગે સઘન તપાસ હાથ ધરી વણિયર પ્રાણીનો શિકાર કરનાર શિકારી પૂનમનાથ જાફરનાથ મદારી અન્ય વધુ જંગલી પ્રાણીઓને તેનો શિકાર બનાવે તે પહેલા દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...