આવેદન:મેઘરજના ઉકરડીમાં બક્ષીપંચ સમાજના લોકોને હેરાન કરાતા હોવાનો આક્ષેપ કરાયો

મેઘરજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એટ્રોસીટીના નામે હેરાન કરતા હોવાની રાવ સાથે કલેક્ટરને આવેદન

મેઘરજના ઉકરડીમાં રહેતા બક્ષીપંચ સમાજના લોકોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી કે તેઓ ગામમાં 12 ઘરની વસ્તી ધરાવતા સંયુક્ત કુટુંબ સાથે રહે છે. ઉકરડીમાં એસટી તેમજ એસસી સમાજના લોકોની સંખ્યા વધુ હોવાથી કેટલીક વારંવાર એટ્રોસીટીનો સહારો લઇ અવારનવાર બક્ષીપંચ સમાજના લોકોને હેરાન કરાય છે.

છૂટક મજૂરી કરી મહેનત કરી વર્ષોથી આજ ગામના વતની હોય પરંતુ અવારનવાર આ ગામના એસસી અને એસટી સમાજના લોકોની સંખ્યા વધુ હોઇ અવારનવાર અમારી બેન મારઝૂડ કરી માથાકૂટ થાય છે અને અન્ય કોઈપણ રીતે હેરાનગતિ થાય અવારનવાર હેરાન પરેશાન કરી હાલ ગામ છોડવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ ઉભી કરી આ ગામના એસસી એસટી વધુ વસ્તી ધરાવતા લોકો અમારા પર ખોટી ફરિયાદો કરી અમારે ગામ છોડી હિજરત કરવી પડે તેવી દહેશત ફેલાઈ છે.

આ બાબતે બક્ષીપંચ સમાજના લોકો દ્વારા કલેક્ટરને આવેદન આપ ત્વરિત કાયદાકીય પગલાં લઇ ગામના બક્ષીપંચ સમાજના ઓછી વસ્તી ધરાવતા કુટુંબને યોગ્ય ન્યાય અપાવવામાં આવે અને તટસ્થ તપાસ થાય તેની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...