ધરપકડ:ઈસરી પોલીસે ગોધાવાડા વિરેશ્વરી મંદિરે થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો

મેઘરજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક શખ્સને રૂ.1.15 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યો : એક ફરાર
  • છ દિવસ પૂર્વે મંદિરની દાનપેટી તોડી ચોરી કરી હતી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગોધાવાડા મુકામે આવેલ વિરેશ્વરી માતાજીના મંદિરે છ દિવસ અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલી ઈસરી પોલીસે એક શખ્સને રૂ.1.15 લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.

ગોધાવાડા મુકામે આવેલ વિરેશ્વરી માતાજીના મંદિરેથી તારીખ 24 ડિસેમ્બરના રોજ કોઈક અજાણ્યો શખ્સ દાન પેટી તોડી રોકડ રકમ, એમ્પ્લિફાયર અને સ્પિકરોની ચોરી કરી પલાયન થાઈ ગયો હતો. જે અંગે ઈસરી પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધકરી હતી જે બાબતે બાતમી આધારે એક બાઈક સવારને સ્પીકર નંગ.2 કિંમત રૂ.2000 એપ્લિફાયર એક કિંમત રૂ.2500, ખાલી દાન પેટી કિંમત રૂ.200, રોકડ રકમ રૂ.2200 તકતથા ચોરીના કામ માટે ઉપયોગમાં લીધેલ મોબાઇલ કિંમત રૂ.5000 તથા પલ્સર બાઈક કિંમત રૂ.100000 મળી કુલ. રૂ.1,15,400નો મુદ્દામાલ ઝડપાયેલ શખ્સ સોમા જીવા કટારા રહે. જામગઢ વોસડી ટા. મેઘરજને જેલ હવાલે કર્યો છે. જ્યારે અન્ય એક ફરાર શખ્સ પ્રકાશ પોપટ બરંડા રહે. જામગઢ વોસડીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...