સ્થાનિકો ત્રાહિમામ:મેઘરજના રામગઢીમાં પાણીની સમસ્યાથી કંટાળી મહિલાઓએ પં.માં માટલા ફોડ્યા

સીસોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરઉનાળામાં પાણીની તંગીથી સ્થાનિકો ત્રાહિમામ, સત્વરે વ્યવસ્થા કરવા માંગ

મેઘરજના રામગઢીમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા વિકરાળ બનતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પાણીની સમસ્યા તાકીદે હલ કરવા મહિલાઓએ માટલા અને બેડા લઈને પંચાયત આગળ પહોંચી હલ્લાબોલ મચાવ્યો હતો અને માટલા ફોડ્યા હતા. મેઘરજનું રામગઢી ં આશરે 4500થી વધુ વસ્તી ધરાવતું ગામ છે.

રામગઢીમાં પંચાયતમાં ભુતિયા,રાજપુર,સુરદેવી ગામનો પણ સમાવેશ થાય છે. ત્યારે રામગઢી પંચાયતના ભુતિયા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણી ન મળતા પંચાયતની પાણી આપવાની ઉદાસીનતાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠતા ભૂતિયા ગામના વિસ્તારની મહિલાઓ અને યુવતીઓ માથે ખાલી માટલા અને પાણીના બેડા લઈને ગ્રામ પંચાયત આગળ આવી પાણીની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો અને માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો. સત્વરે યોગ્ય કરવા માગ ઉઠી હતી.

લોકોની ચડામણીથી આ સ્ટંટ ઉભો કરાયો
​​​​​​​સરપંચના પતિ મુકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે પંચાયત તરફથી આ વિસ્તારમાં બોર અને હેન્ડપંપ કરાયા છે. તળીયામાં પાણી નથી આ વિસ્તારમાં હવાડો છે અને એસકે-3ની પાઈપલાઈન છે ,પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હોવાથી હવાડામાં પાણી આવતું નથી પણ લોકોના ચડામણીથી આ સ્ટંટ ઉભો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...