તપાસ:મેઘરજના વલુણા ગામમાં સગીરાને ખેતરમાં ઉતારેલ કરંટ લાગતાં મોત

મેઘરજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં નીલગાય આવી જતાં ભગાડવા માટે ગઇ હતી

મેઘરજના વલુણા (ગાયવાછરડા) માં 17 વર્ષીય સગીરા પોતાના ઘરના બાજુમાં આવેલ ખેતરમાં રોઝ (નીલગાય)ને ભગાડવા જતા જીવંત લાઈનનો તાર સગીરાના ગળામાં ભરાઈ જતાં કરંટ લાગતાં સગીરાનું ઘટનાસ્થળે જ મોત થતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.

વલુણા (ગાય વાછરડા) ગામની સગીરા અને મેઘરજની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં ધો. 12 માં ભણતી હસુમતીબેન સંજયકુમાર ભગોરા (17) શાળામાંથી છૂટી ઘરે આવી હતી. તે દરમિયાન સાંજે ઘરની બાજુમાં આવેલ ખેતરમાં વન્ય પ્રાણીઓથી થતું ખેતીમાં નુકસાન અટકાવવા ખેતરના આજુબાજુ લોખંડના તાર બાંધી વીજ કરંટ આપેલ હતો. ખેતરમાં રોઝ (નીલગાય)ઘૂસી જતાં રોઝને ભગાડવા માટે જતાં વીજ તાર હસુમતીના ગળાના ભાગે વીંટાઈ જતાં હસુમતીબેનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતાં પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો હતો. મેઘરજ પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...