કાર્યવાહી:મેઘરજના ધનીવાડા પાસે કારમાંથી રૂ.76,560નો વિદેશી દારૂ પકડ્યો

મેઘરજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર સહિત કુલ 2.31 લાખની મત્તા સાતે બે ઝડપાયા

મેઘરજ તાલુકાના ધનીવાડા પ્રાથમિક શાળા પાસેથી કારમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડાતો રૂ.76,560 ના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પ્રોહિબીશન નાકાબંધીમાં હતા. તે દરમિયાન એક કાર આવતો કારની હાથના ઇશારે ઉભો રાખવાનો પ્રયાસ કરતાં કાર ચાલક કાર લઈને ભાગી છૂટ્યો હતો અને કારને આગળ જઈ સરકારી ગાડીની આડશ કરી ઉભી રખાવતો કાર ચાલક કારમાંથી ઉતરી ભાગવાનો પ્રયાસ કરતાં કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.

અને કારમાં તપાસ કરતાં કારમાંથી અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂની બોટલો નંગ 418 કિં. 76,560 ના વિદેશી દારૂ અને કાર સહિત રૂ.2,31,560 ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બે શખ્સો રાજસ્થાનના પ્રવિણકુમાર રમણલાલ ડીંડોર અને બંસીલાલ ભીમાજી ડીંડોરની કરી અટકાયત બંને વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...