મેઘરજના ઢેકવાના કનુભાઈ લાલુભાઈ ફેરા ગાંધીનગરમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા હતા અને પરિવારમાં 5 સંતાનો છે. તા.31-12-2013 ના રોજ અમદાવાદ થી ગાંધીનગર આવતી વખતે કનુભાઈ બાઈક રોડ સાઈડમાં ઉભુ કરી લઘુ શંકા માટે જતાં ટેન્કર ઝાડ સાથે અથડાઈ અને કનુભાઈના બંને પગ ઉપર થઈને નીકળી જતાં અકસ્માતમાં કનુભાઇએ બે પગ અને એક હાથ ગુમાવતા અકસ્માતના 9 વર્ષ બાદ પણ કનુભાઈ પોતાના વતનમાં નિ:સહાય બન્યા છે.
અરુણાબેન પતિને તેઓ તેડીને સાથે લઈ જાય છે
પત્ની અરુણાબેન બાળકોને ભણાવવા તથા ઘરનું ગુજરાન ચલાવવા છૂટક મજૂરી કરે છે. અરુણાબેન મજૂરી કામ અર્થે બહાર જાય તો પતિને તેઓ તેડીને સાથે લઈ જાય છે. આ અંગે કનુભાઈએ કહ્યું કે હું નિઃસહાય બન્યો છું હું ધોરણ 10 સુધી ભણેલો છું મને સરકાર દ્વારા એક મકાન, આર્થિક સહાય અને ધંધા માટે મને જો કોઈ નાની મોટી લોન અપાય તો હું બેઠાબેઠા ધંધો કરી શકું અને મારા પરિવારનું ગુજરાન ચલાવી શકુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.