આક્ષેપ:મેઘરજ જનરલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી નવજાત બાળકનું મોત થયાનો પરિવાર દ્વારા આક્ષેપ

મેઘરજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમ્પાઉન્ડર અને નર્સે ડિલિવરી કરાવતાં મોત નિપજ્યું: પરિવારજનો, સિવિલે આક્ષેપ ફગાવ્યા

મેઘરજમાં આવેલ જનરલ હોસ્પિટલમાં નવજાત જન્મેલા બાળકનું પ્રસૂતિ બાદ મોત થતાં પરિવારજનોએ તબીબો પર બાળકના મોતને લઈને આક્ષેપ કરી મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધવવા અરજી કરી છે.આ અંગે મેઘરજ સિવિલ હોસ્પિટલના તબીબને પૂછતાં તેમણે જણાવ્યું કે બાળક માતાના પેટમાંથી જ મૃત જન્મ્યું હોવાનું કહ્યું હતું.

જૂનીવાક ગામના રાધાબેન ખાંટને પ્રસૂતિ પીડા ઉપડતાં તેઓને 108 દ્વારા મેઘરજ ની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. જ્યાં રાધાબેનને 8 માસનો સમય થયેલ હોવાથી સગર્ભા રાધાબેનની પ્રસૂતિ કરાવતા બાળકનો જન્મ થયાના થોડીક ક્ષણોમાં જ જન્મેલ નવજાતનું મોત થતા શિલ્પાબેન મુકેશભાઈ ખાંટે મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા અરજી કરી હતી. દરમિયાન પરિવારજનો એ આક્ષેપ કર્યો હતો કે કમ્પાઉન્ડર અને નર્સ દ્વારા ડિલિવરી કરવામાં આવી હોવાથી બાળકનું મોત નિપજ્યું છે. જે અંગે પોલીસ તપાસ કરવા પરિવારજનોએ માંગ કરી હતી.

બાળક માતાના પેટમાંથી જ મૃત જન્મ્યું: સિવિલ હોસ્પિટલના તબીબ
બાળકના મોત અંગે મેઘજરની જનરલ હોસ્પિટલના તબીબ ડો. રસિકભાઈ પટેલે જણાવ્યું કે બાળકના મોત અંગે જે આક્ષેપો કરાયા છે. તદ્દન ખોટા છે બાળક માતાના પેટમાંથીજ મૃત જન્મ્યું છે. મોત નાયણો વીંટાવાથી કે મેલી ગડવાથી થયું હોઈ એવું બની શકે બાકી મોતના આક્ષેપો ખોટા છે.

અન્ય સમાચારો પણ છે...