મેઘરજના ટેલીફોન એક્સચેન્જના પાછળના રહેણાંક વિસ્તારની સોસાયટીમાં ગામ પંચાયત દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી દુર્ગંધવાળુ અને દુષિત આવતાં રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
ટેલીફોન એક્સચેન્જના પાછળના ભાગના રહેણાંક વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી દુર્ગંધવાળુ અને દૂષિત આવતા સોસાયટીના રહીશોમાં રોગચાળાની દહેશત ઉભી થઇ છે. ત્યારે દુર્ગંધ મારતું પાણી બંધ કરી શુદ્ધ પાણી આપવા વારંવાર ગામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં રજૂઆતની મજાક બનાવી વાત ફગાવી દેવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ત્યારે ફીણ અને દુર્ગંધ મારતા પાણી થી રહેણાંક વિસ્તારના બાળકો બીમારીનો ભોગ બન્યા હોવાનું રહીશોએ જણાવ્યું છે.
ત્યારે નર્મદા યોજના નળ સે જળ યોજના માત્ર કાગળ પર હોવાનો વધુ એક પુરાવો બહાર આવતા મેઘરજ પંચાયતની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે સ્વચ્છ પાણી આપવા માં નિષ્ફળ રહેલુ તંત્ર આળસ ખંખેરી પ્રજાના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખી સ્વચ્છ પાણી પૂરું પાડવામાં આવેની માંગ પ્રબળ બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.