દુર્ઘટના:મેઘરજના કોલુન્દ્રા ગામમાં ખેતરમાં લગાવેલ વીજ કરંટથી ભાગિયાનું મોત

મેઘરજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળ વડોદરા જિલ્લાનો શખ્સ 10 માસ અગાઉ જ ખેતમજૂરી માટે આવ્યો હતો
  • ઝાટકાં મશીનથી ઉતારેલ કરંટ ભાગિયાના પગમાં ભરાતાં કરંટ લાગ્યો

મેઘરજના કોલુન્દ્રામાં મકાઈના ખેતરના રક્ષણ માટે મકાઈના ખેતરની આજુબાજુ ઝાટકાં મશીનથી ઉતારેલ વીજ કરંટનો તાર ભાગિયાના પગમાં ભરાતાં વીજ કરંટ લાગતાં ભાગે ખેતી કરનાર વડોદરાના 50 વર્ષીય ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત નીપજતાં પત્ની અને બે બાળકો નોંધારા થયા હતા.

મૂળ વડોદરાના પ્રથમપુરના અને સાવલી તાલુકાના અશોકભાઈ સનાભાઇ નાયક (50) દસેક માસ અગાઉ પોતાના પરિવાર પત્ની અને બે બાળકો સાથે વાવકંપામાં ખેડૂતના ત્યાં ભાગે ખેતી કરવા ખેત મજૂરી કરવા આવ્યા હતા. ગત તા. 31-12-2022 ના રોજ અગાઉની રાત્રે અશોકભાઈ નાયક અને તેમના સંબંધી ગુલાબભાઈ બંને અલગ અલગ ખેતરમાં પાણી વાળવા ગયા હતા.

પરંતુ બીજા દિવસે અશોકભાઈ નાયક પોતાના ઘરે ન આવતા તેમના પરિવારજનોએ અને જમીન માલિકે અશોકભાઈ નાયકના ફોન પર ફોન લગાવતા તેમને ફોન ન ઉપાડતાં પરિવારજનો ખેતરમાં આજુબાજુ તપાસ કરવા જતાં અશોકભાઈ નાયક જલારામ કંપા (કોલુન્દ્ર) ના અશોકભાઈ જીવરાજભાઈ પટેલના હોઇ તેમના ખેતરમાં મકાઈનું વાવેતર કરવાનું હોઇ જંગલી પ્રાણી નુકસાન કરતાં હોઇ જેથી ખેતરના ફરતે લોખંડના તાર સાથે પાક સંરક્ષણ માટે જો માણસ અડશે તો પણ મારી જશે તેવું જાણવા છતાં ઈલેક્ટ્રીક ઝાટકા મશીન લગાડેલ જે મકાઈના ખેતરમાં અશોકભાઈ મકાઈના ડોડા લેવા જતાં રાત્રે ઝાટકાં મશીનનો તાર પગમાં ભરાતાં અશોકભાઈ નાયકનું ઘટનાસ્થળે જ મોત નિપજેલું જોવા મળ્યું હતું.

પરિવારજનોએ ચર્ચા બાદ ફરિયાદ કરવાનું જણાવતા મૃતકના પત્ની લીલાબેન અશોકભાઈ નાયક (42)એ ઇસરી પોલીસમાં થકે ખેડૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઇસરી પોલીસે અશોકભાઈ જીવરાજભાઈ પટેલ રહે. જલારામ કંપા વિરુદ્ધ ઇપીકો કલમ 304 હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...