લોકદરબાર:મેઘરજના પાંચ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા અરજી

મેઘરજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેઘરજમાં પોલીસનો લોકદરબાર યોજાયો

ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત રાજ્યના અથાગ પ્રયત્નથી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા અને વ્યાજખોરોથી નિર્દોષ લોકોનું જીવન ન ગુમાય તે માટે ગુજરાત સરકારના પ્રયત્નથી ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં વર્તમાન સમયમાં જે તે જિલ્લાના જિલ્લા પોલીસ વડા દ્વારા વ્યાજખોરી વિરુદ્ધ ઠેર ઠેર લોક દરબાર યોજાય છે.

મેઘરજ પોલીસ સ્ટેશનમાં પણ ગુરુવારના રોજ મેઘરજ પોલીસ સ્ટેશનના પી.આઈ કે.એસ ચાવડા અને અન્ય અધિકારીઓની હાજરીમાં વ્યાજખોરો વિરુદ્ધ જરૂરી કાર્યકારી વાહી કરવા લોક દરબારનું આયોજન કરાયું હતું. જેમાં મેઘરજ ના ત્રણથી પાંચ લોકોએ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસને અરજી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...