રેસ્ક્યૂં:મેઘરજના શણગાલમાં વૃદ્ધા 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જતાં રેસ્ક્યૂં કરાયું

મેઘરજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાનું ખાટલામાં રેસ્ક્યૂ કરાયું હતું - Divya Bhaskar
મહિલાનું ખાટલામાં રેસ્ક્યૂ કરાયું હતું
  • મેઘરજના વાણીયાવાડાના અસ્થિર મગજના વૃદ્ધા રાત્રે ઘરેથી નીકળી જઇ શણગાલ પહોંચી ગયા હતા

મેઘરજના વાણીયાવાડાની અસ્થિર મગજની વૃદ્ધા રાત્રે પોતાના ઘરેથી નીકળી જઇ શણગાલ પોહંચી જતાં ગામની સીમમાં આવેલ 50 થી 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જતાં વૃદ્ધાનું રેસ્ક્યૂ કરાયું હતું. મેઘરજના વાણીયાવાડાના મણીબેન પોતાના ગામથી રાત્રે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા અને શણગાલ ગામમાં પહોંચી ગયા હતા. દરમિયાન શણગાલના ખેડૂત કચરાભાઈના 50 થી 60 ફૂટ ઊંડા કૂવામાં વૃદ્ધા અચાનક પડી ગઈ હતી.

ત્યારે વહેલી સવારે કચરાભાઈ પોતાના ખેતરમાં ગયા હતા. દરમિયાન કૂવા પર જઈ જોતા અંદર કોઈ પડેલ હોવાનું જણાતાં કચરાભાઈ અને ગ્રામજનો દ્વારા 108 ને ફોન કરી ઘટનાસ્થળે બોલાવતા વૃદ્ધાનું રેસ્ક્યૂ કરી બહાર કાઢી મહિલાને સારવાર અર્થે સરકારી દવાખાને લઈ જવાઇ હતી. મહિલાને પ્રાથમિક સારવાર આપી ગંભીર ઈજાઓ ન હોવાથી વૃદ્ધાને પોતાના પરિવારજનો સાથે ઘરે મોકલાઇ હતી. વૃદ્ધાને સારવાર આપનાર હોસ્પિટલના ડોક્ટરે વૃદ્ધા સામાન્ય અસ્થિર મગજના હોવાનું જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...