કાર્યવાહી:મેઘરજના પટેલઢુંઢા ચોકડી પાસે કારમાંથી રૂ.43650ના દારૂ સાથે શખ્સ ઝબ્બે

મેઘરજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પટેલઢુંઢા ચોકડી પાસેથી મેઘરજ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન સ્વિફ્ટ ડીઝાયર કારમાંથી રૂ. 43,650ના વિદેશી દારૂ સહિત રૂ.5,53,650ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે. કારમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો નંગ.5250 જે ની કિંમત રૂ.43,650 તથા મોબાઇલ નંગ.1 કિંમત રૂ.10,000 તથા સ્વીફટ કાર નં.GJ 01 wf 0324 કીંમત રૂ.500000 મળી કુલ રૂ.5,53,650 સાથે ચાલક પ્રકાશચંન્દ્ર સ.ઓ.ભવાનજી લખાજી રેબારી રહે.ગડી જિ. બાંસવાડાને ઝડપી પ્રતાપપુર દારૂની દુકાનેથી દારૂ ભરી આપનાર સહિત બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...