અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સીમલેટી ગામનો એક શખ્સ બાઇક લઇ પોતાની સાસરી જઇ રહ્યો હતો. તેવામાં ધનીવાડા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પોંહચતા બાઈક ચાલાકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ.
સિમલેટી ગામનો યુવક હસમુખ સોમા ડામોર 14મીના રોજ રાત્રે ઘરેથી પોતાનુ બાઇક લઇ સેન્દર્યો ગામે તેની પત્નીને મળવા નીકળ્યો હતો. તેવામાં ધનીવાડા ગામની સીમમાં કોઇ અજાણ્યા વાહને હસમુખની બાઇકને ટક્કર મારી ભાગી છુટ્યો હતો અકસ્માતમાં હસમુખ ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં હસમુખ સોમા ડામોર ઉ. વ. આ.25 રહે. સિમલેટીનુ ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યુ હતુ જે ઘટના બાબતે મ્રુતકના પિતા સોમા અર્જન ડામોર એ મેઘરજ પોલીસમાં અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોધાવતા મેઘરજ પોલીસે મૃતકનું પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.