મોડાસાના ખંભીસરમાંથી એસઓજીએ બાતમીના આધારે રહેણાંક મકાનમાં રૂ. 35,800ની 95 નંગ ચાઈનિઝ દોરીની ફિરકી અને 260 તુક્કલનો જથ્થો ઝડપી ગામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મેઘરજના કસાણામાંથી 93 ચાઇનિઝ દોરની ફિરકી સાથે શખ્સ ઝડપાયો હતો.
અરવલ્લી અસઓજી જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનિઝ દોરી અને તુક્કલનું વેચાણ અટકાવવા મોડાસા પંથકમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે ખંભીસરના વિરાજકુમાર પટેલે મેઢાસણ બસ સ્ટેશન ઉપર દોરી પતંગની દુકાન કરેલ છે અને તેને પોતાના ખંભીસર ખાતેના રહેણાંક મકાનમાં ચાઈનિઝ દોરી અને તુક્કલ વેચાણ અર્થે રાખ્યા હોવાની માહિતીના આધારે એસઓજીએ ખંભીસરમાં રેડ કરી રહેણાંક મકાનમાં રાખેલી ચાઈનિઝ દોરીની ફીરકી નંગ 95 તથા તુક્કલ નંગ 260 સહિત કુલ નંગ 355 મળી આવ્યા હતા.
પોલીસે 35800નો મુદ્દા માલ કબજે લઈને ખંભીસરના વિરાજકુમાર નરેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઇસરી પીઆઇ વીએસ દેસાઈ અને પોલીસ સ્ટાફના માણસો ઉત્તરાયણના તહેવારને લઈ અરવલ્લી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડેલ તુક્કલ અને ચાઈનિઝ દોરીના વેચાણના પ્રતિબંધિત જાહેરનામા અન્વયે બાતમી હકીકત આધારે કસાણામાં અશોકભાઈ કાંતિભાઈ દરજી (38) રહે. કસાણાના દોરીના સ્ટોલ ઉપર રેડ પાડતાં તેમના પતંગના સ્ટોલ ઉપરથી પ્રતિબંધિત ચાઈનિઝ દોરીની ફિરકીઓ નંગ 39 કિં. 11450ના મુદ્દામાલ સાથે ઝડપી શખ્સ વિરુદ્ધ જાહેરનામા ભંગ 188 મુજબ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.