કાર્યવાહી:મેઘરજના પટેલઢુંઢા નજીકથી કારમાંથી 43હજારનો દારૂ જપ્ત

મેઘરજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 5.53 લાખની મત્તા સાથે ચાલક ઝડપાયો

મેઘરજની પટેલઢુંઢા ચોકડી પાસેથી મેઘરજ પોલીસે વાહનચેકિંગ દરમિયાન કારમાંથી રૂ.૪૩,૬૫૦ ના વિદેશી દારૂ સહિત રૂ.૫,૫૩,૬૫૦ ના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે. મેઘરજ પોલીસ સરથુણા તરફ અને પટેલઢુંઢા તરફ જતા રોડની ચોકડી ઉપર રાજસ્થાન તરફથી આવતા વાહનોનુ ચેકિંગ કરતા હતા.

તે દરમિયાન કાર આવતા ઉભી રખાવતા કારમાં તપાસ કરતા પાછળની ડેકીના ભાગે વિદેશી દારૂ જણાતા કારને ઝડપી મેઘરજ પોલીસ મથકે લાવી ચેક કરતાં કારમાંથી દારૂની બોટલો નંગ.5250 કિં.રૂ.૪૩,૬૫૦ તથા મોબાઇલ નંગ.૧ કિં. ૧૦,૦૦૦ તથા કાર નં.GJ 01 wf 0324 કિં.૫૦૦૦૦૦ મળી કુલ રૂ.૫,૫૩,૬૫૦ સાથે પ્રકાશચંન્દ્ર સ.ઓ.ભવાનજી લખાજી રેબારી રહે.ગડી જી.બાંસવાડાને ઝડપી તથા પ્રતાપપુર દારુની દુકાનેથી દારૂ ભરી આપનાર સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...