માલપુર અને મેઘરજ તાલુકામાં 19 હજાર હેક્ટરમાં બટાકાનું થયું છે. ખેતરમાં તૈયાર થયેલા પાકને બજારમાં વેચાણ માટે લઈ જતા ખેડૂતોને તૈયાર પાકના પોષણક્ષમ ભાવ ન મળતાં મુશ્કેલીઓ નો સામનો કરવાનો વારો આવ્યો છે. રૂ. 200 માં મળતાં મજૂર હાલમાં 300 રુ. લે છે.
ખાતર-બિયારણ પણ ગત સાલ કરતાં મોઘું મળતાં અને બટાકાનો પાક બજારમાં કોઈ લેવલ જ ન જણાતા 20 કિલોએ માત્ર 200 થી 220 જેટલો મળતાં મબલખ પાકના ઉપ્તાદનને જોઈ હરખાયેલા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. બટાકાના મબલખ તૈયાર પાકમાં અચાનક નિમેટોલ નામનો રોગનો ઉપદ્રવ જોવા મળતાં બટાકાના પર ચાઠા ઉપસી આવતાં ખેડૂતોમાં ચિંતા પેઠી છે.
બટાકા માં ખર્ચ અને મજૂરી પણ ઓછી મળતાં સજ્જનપુરા કંપાના જાગૃત ખેડૂતો રિતેષભાઈ અને મયુરભાઈ પટેલે જણાવેલ કે ડુંગળીના વાવેતર કરનારા ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય પોષણક્ષમ ભાવ નક્કી કરી આપેલ એજ રીતે અમારા જેવા બટાકાના વાવેતર કરેલ ખેડૂતોને પણ સરકાર યોગ્ય પોષણક્ષમ ભાવ નક્કી કરી આપવા માંગ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.