અકસ્માત:માલપુર-ગોવિંદપુરની સીમમાં પુલ પાસે બાઇક સ્લીપ થતાં ચાલકનું મોત

માલપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘરજના લાલોડીયાના બાઇકચાલકના મોતથી બે પુત્રી અને પુત્ર નોંધારા
  • યુવક માલપુર​​​​​​​ બજારમાં કામકાજ અર્થે જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો

મેઘરજ લાલોડીયાનો યુવાન માલપુર બજારમાં કામકાજ અર્થે જાઉં છું કહી બાઇક લઈ નીકળ્યો હતો. તે દરમિયાન માલપુર ગોવિંદપુરની સીમમાંથી પસાર થતા ગોધરા મોડાસા નેશનલ હાઈવે ઉપર વાત્રક નદીના પુલ પાસે બાઇક પરનો કાબૂ ગુમાવતા તે નીચે પટકાતા યુવાનને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

લાલોડિયાનો હડમત ભાઈ વણઝારા (33) ઘરેથી હું માલપુર બજારમાં કામકાજ અર્થે જાઉં છું તેમ કહી બાઇક નંબર જીજે 31 એમ 5661 લઈને નીકળ્યો હતો. દરમિયાન યુવકે માલપુર ગોવિંદપુર ગામની સીમમાં વાત્રક નદીના પુલના છેડે બાઇક ઉપરથી કાબૂ ગુમાવતા તે બાઇક સાથે નીચે પટકાયો હતો.

દરમિયાન તેને સારવાર અર્થે માલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. બાદમાં તેને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. વધુ સારવાર અર્થે યુવાનને અમદાવાદ સિવિલમાં ખસેડાતાં સારવાર દરમિયાન હડમતભાઈ રામસિંગભાઈ વણઝારાનું મોત નિપજ્યું હતું યુવાનના મોતથી તેની બે દીકરીઓ અને પુત્ર નોંધારા થતા પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. આ અંગે મૃતકની પત્ની લીલાબેને માલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...