ફરિયાદ:માલપુરના ખાતું પગીના મુવાડાની પરિણીતાને ત્રાસ, દહેજમાં 3 લાખ માગી ત્રાસ ગુજારતા હતા

માલપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરપુરના સાસરિયા સામે ફરિયાદ નોંધાઇ

માલપુરના ખાતું પગીના મુવાડા (હૅલોદર)ની મહિલા પર કોયડમ ગામના સાસરિયાંઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ ગુજારતાં સાસરિયાં વિરુદ્ધ મહિલાએ માલપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. ખાતું પગીના મુવાડાની હસ્મિતાબેન ગોકડભાઈ પગી (28) ના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ મહીસાગર વિરપુરના કોયડમમાં વિપુલભાઈ કોહ્યાભાઈ પરમાર સાથે થયાં હતા. લગ્નના કેટલાક દિવસો બાદ પતિ, કુટુંબી જેઠ અને સાસુ સસરા દ્વારા તારા બાપના ઘરે થી દહેજમાં ત્રણ લાખ લઇ આવ કહી ત્રાસ આપતાં મહિલા પિયર આવી ગઈ હતી અને માતા પિતાને ઘટનાથી વાકેફ કરતાં દોઢ માસનો સમય વિતવા છતાં સાસરિયા પરિણીતાને લેવા ના આવતા પરિણીતાએ પતિ વિપુલ કોહ્યા પરમાર, કુટુંબી જેઠ સંજય અરવિંદ બારીયા, સસરા કોહ્યા ગાલા પરમાર અને સાસુ પ્રેમિલાબેન કોહ્યાભાઈ પરમાર તમામ રહે. કોઈડમ તા. વીરપર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...