દીપડાના અંતિમસંસ્કાર:માલપુર વનવિભાગે બારોબાર મૃતક દીપડાના અંતિમસંસ્કાર કરી દીધા

માલપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવાર સાંજે જેસીંગપુરા રિઝર્વ ફોરેસ્ટમાંથી દીપડાની લાશ મળી હતી

3 માર્ચ ગુરૂવારના રોજ માલપુરના જેસીંગપુરના જંગલ વિસ્તારમાંથી મળેલ મૃત દીપડાના વનવિભાગે બારોબાર અંતિમ સંસ્કાર કરી દેતાં પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાતોરાત દીપડો ક્યારે જંગલમાં આવી ચડ્યો અને ક્યારે મૃત પામ્યો તે તપાસનો વિષય બન્યો છે.

જે જંગલ વિસ્તારમાંથી દીપડાનો મૃતદેહ વનવિભાગને મળેલ એ જંગલ નજીક આવેલા વાવડીના અગ્રણી ચંદ્રસિંહજી મોતીસિંહજી રાઠોડના જણાવ્યા નુસાર અમારા જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી દીપડો આવ્યો જ નથી. જંગલમાં મૃત હાલતમાં દીપડો મળી આવેલ અને એને તાત્કાલિક ધોરણે અગ્નિ સંસ્કાર કરી દેવાની કોઈ જ ઘટનાની અમોને જાણ જ નથી.

જે જંગલમાં દીપડો હોવાની કલ્પના જ નથી. માલપુરના આરએફઓ અજયસિંહે જણાવ્યું કે દીપડાનો મૃતદેહ મળ્યો હતો અને તેનો અગ્નિસંસ્કાર માલપુર તાલુકા ફોરેસ્ટર સીએસ દેસાઈ તથા વેટેનરી ડોક્ટરની હાજરીમાં કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...