બાયડ, માલપુર પોલીસ સ્ટેશનમાં સરકારી વાહન ચલાવતા ડ્રાઇવરની કાળી કરતૂત બહાર આવી હતી. જેમાં કેમિકલ ભરેલું વાહન મહીસાગર જિલ્લાના વીરપુર નજીક સલામત રીતે ઠાલવવા ડ્રાઇવર સાથે વાહનમાં ગોઠવાઈ ગયો હતો. અને વાહનમાં ભરેલ ઝેરી કેમિકલ ઠાલવવાની ફિરાકમાં રહેલ પોલીસકર્મી અને વાહનના ડ્રાઇવરને લોકોએ ઝડપી પાડી મેથી પાક આપ્યો હતો. માલપુર પોલીસકર્મીની સંડોવણી બહાર આવતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હતો. જિલ્લા પોલીસવડા સંજ્ય ખરાતે જિલ્લા પોલીસ તંત્રને કાળો ધબ્બો લગાવનાર ભુપેન્દ્રસિંહ રામસિંહ ખાંટને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.
અમદાવાદથી ઔધોગિક એકમમાંથી ઝેરી કેમિકલ ભરેલ વાહનો માલપુર,બાયડ અને મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક સમયથી ઠાલવવાનું સુનિયોજીત કૌભાંડ ચાલતું હતું ગામલોકો પણ ઝેરી કેમિકલ ઠાલવતા લોકોની વોચ ગોઠવી હતી ત્યારે વીરપુર તાલુકાના ચીખલી ગામ નજીક ઝેરી કેમિકલ ઠાલવવાની ફિરાકમાં રહેલા ડ્રાઈવર અને માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભુપેન્દ્રસિંહ રામસિંહ ખાંટને લોકોએ રંગે હાથે ઝડપી પાડી બંનેને લોકોએ ઢોર માર માર્યો હતો ઝેરી કેમિકલ સંડોવણીમાં પોલીસકર્મીને માર પડતા સમગ્ર મામલો ગુંજતો ગુંજતો અરવલ્લી જીલ્લા પોલીસ કચેરીમાં પહોંચતા સમગ્ર મામલે તપાસ હાથ ધરી પોલીસકર્મીની કાળી કરતૂત બહાર આવતા તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.