ગોઝારો અકસ્માત:મોડાસા-ધનસુરા હાઇવે પર આલમપુર પાસે ટ્રિપલ અકસ્માતના બે દિવસ બાદ આગ હજુ પણ યથાવત, ફાયર ફાઇટર ઘટનાસ્થળે

ધનસુરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધનસુરા-મોડાસા સ્ટેટ હાઈવેના આલમપુર પાસે શનિવારે ટ્રકો વચ્ચે ટ્રિપલ અકસ્માત થતાં બે લોકો ભડથું થઇ ગયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા. ફાયર ફાયટર દ્વારા આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

પરંતુ ગોઝારા અકસ્માતના બે દિવસ બાદ પણ અકસ્માત સ્થળે ટ્રકોમાં આગ સળગેલી રહેતા ધુમાડાના ગોટેગોટા અને આગ પ્રજવલિત રહેતા ટ્રક માલિકોએ મોડાસા ફાયર ફાઇટરને જાણ કરતાં મોડાસા ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી બે દિવસ બાદ પણ સળગતી આગને બુઝાવવા પ્રયાસો હાથ ધરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...