ફરિયાદ:ધનસુરામાં રસ્તામાંથી નીકળવા બાબતે લાકડીઓથી મારામારી

ધનસુરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષે 13 લોકો સામે ધનસુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ

ધનસુરામાં બે જૂથો વચ્ચે બબાલ થતાં કુલ 13 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. કેતનભાઈ કોટવાળે નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ મંડપ ડેકોરેશનનો સામાન ડાલામાં ભરી લઈને જઈ રહ્યા હતા. તે વખતે આરોપીઓએ રસ્તામાં થઇ નીકળવા બાબતે ઝઘડો તકરાર કરી કેતનભાઇના દીકરા મલ્હારને માથામાં લાકડું મારી ઇજા પહોંચાડી તથા આરોપીનું ઉપરાણું લઇ અન્ય આરોપીઓએ આવી જઈ તમામ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં આદિત્ય પરમાર, શીતલબેન પરમાર, વર્ષાબેન પરમાર, બેચરભાઈ પરમાર, કોકિલાબેન પરમાર, મંગળભાઈ પરમાર, રવિભાઈ પરમાર તમામ રહે ધનસુરા ઠાકોરવાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મંગળભાઈ ઉર્ફે લાલાભાઇ પરમારે નોંધાવેલ ફરિયાદ મુજબ રવિભાઈ તેઓના ઘર આગળ રસ્તામાં ખાટલો ઢાળી સૂઈ ગયેલ હોય તે વખતે આરોપીએ ડાલામાં મંડપ નો સામાન ભરી લઇ આવેલ તે વખતે રવિભાઈ ઊંઘી ગયેલ હોય જેથી ઊઠવામાં વાર લાગતાં આરોપીએ ના ઉઠે તો ડાલુ ઉપર થઈ કાઢી દો તેમ કહી ગમે તેમ બોલવા લાગતા રવિભાઈએ બોલવાની ના પાડતાં આરોપીનું ઉપરાણું લઇ અને અન્ય આરોપીઓ આવી જઈ તમામ આરોપીઓએ રવિભાઈ તથા કોકીલાબેન તથા સીતાબેનને મારમારી ફરી રસ્તામાં આવશો તો સળગાવવાની ધમકી આપતાં ભીખીબેન કોટવાળ, શનાભાઈ કોટવાળ, દક્ષાબેન કોટવાળ, પાર્થ કોટવાળ, મલ્હાર કોટવાળ, કેતન કોટવાળ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...