સરકારે માંગણીઓ સ્વીકારી લેતાં ક્વોરી ઉદ્યોગની રાજ્યવ્યાપી હડતાળ 17 દિવસ બાદ પૂર્ણ થતાં ધનસુરા તાલુકાના ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો, ટ્રક ચાલકો, કંડક્ટરો અને ટ્રક માલિકો સહિત ના લોકો ને રાહત થઈ છે.
ક્વોરી ચાલકો પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે ધનસુરા તાલુકા માં પણ ક્વોરી ઉદ્યોગ મોટા પ્રમાણમાં આવેલો હોય ક્વોરી ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. તા.17-05-2022ના રોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તથા ગુજરાત ક્વોરી એસોશિએશનના હોદ્દેદારો વચ્ચે એસો.ની મુખ્ય સાત મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા થઈ હતી. અંતે વિભાગ દ્વારા માંગણીઓ સ્વીકારતાં અને જેનો વિભાગ દ્વારા લેખિત સ્વરૂપમાં આપતા ક્વોરી ઉદ્યોગના ધંધા રોજગાર શરૂ કરવાનુ નક્કી કરાયું હતું.
અરવલ્લી જિલ્લામાં પણ ક્વોરી એસો.પડતર માંગણીઓને લઇને હડતાલળ પર હતા.જેમાં ધનસુરા તાલુકામાં પણ ક્વોરી ઉદ્યોગ મોટા પ્રમાણમાં આવેલો હોય આ હડતાળને લઈને ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલ શ્રમિકો, ટ્રક ચાલકો ટ્રકના કંડક્ટરને રોજી રોટીનો પ્રશ્ન બન્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી ક્વોરી ઉદ્યોગના કેટલાક પ્રશ્નોનું નિરાકરણ ન આવતા રાજ્યમાં ક્વોરી ઉદ્યોગ હડતાળ પર હતો. આ અંગે ઉદ્યોગકારો જ્યા સુધી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ ટ્રકો ના પૈડા થંભી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.