વિરોધ:શીકા પંચાયતનો વહીવટ સરપંચના સસરા કરતા હોવાના આક્ષેપ સાથે સદસ્ય ઉપવાસ પર

ધનસુરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરોધ કરતાં સદસ્યને મારી નાખવાનો પણ આક્ષેપ અરજીમાં કરાયો

ધનસુરાની શીકા પંચાયતનો વહીવટ મહિલા સરપંચના બદલે તેમના સસરા કરતા હોવાના આક્ષેપ સાથે પંચાયતના સદસ્ય એક દિવસીય પ્રતિક ઉપવાસ પર ઉતરતા તેમની સાથે અન્ય સદસ્યો પણ જોડાયા હતા.

શીકા પં. સદસ્ય પટેલ પરેશભાઈએ પ્રતિક ઉપવાસ પર બેસવાની ચીમકી આપ્યા બાદ તેઓ શીકા પંચાયતમાં ઉપવાસ પર બેસતા 5 સદસ્યો ઉપવાસમાં જોડાયા હતા. તેઓએ તલાટીને આપેલ અરજીમાં આક્ષેપ કર્યો છે કે શીકાના સરપંચ નીરૂબેન ખાંટના સસરા મોહનભાઈ પુંજાભાઈ ખાંટ પંચાયતનો વહીવટ કરે છે. સાથે સરપંચ અને માજી સરપંચ પંચાયતના વોર્ડના સભ્યો તરફ અપમાનજનક વર્તન કરે છે.

અરજીમાં જણાવ્યું છે કે તેઓએ સરપંચના સસરા વહીવટ કરતા હોઇ વિરોધ કરતા સરપંચના સસરા એ ધાક-ધમકી આપતાં એવું કહેલ છે કે અમો જ સરપંચ છીએ અને અમો જ પંચાયત નો તમામ વહીવટ કરીશું તારાથી જે થાય તે કરી લેજે અન મારી ઓળખાણ છેક ઉપર સુધી છે.

અન્ય સમાચારો પણ છે...