હુમલો કરી દિયર ફરાર:વડાગામમાં ભાભીએ દિયર પાસે પૈસા માંગતા ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર

વડાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાને ગળાના ભાગે હુમલો કર્યો - Divya Bhaskar
મહિલાને ગળાના ભાગે હુમલો કર્યો
  • મોટા ભાઇ વચ્ચે પડતાં તેમના પર પણ ચપ્પુથી હુમલો કરી ઘાયલ કરી દિયર ફરાર

ધનસુરાના વડાગામમાં સોમવાર મોડી રાત્રે પુલ વિસ્તારમાં ભાભીએ પોતાના દિયરને કામ કરવાનું કહેતા દિયરે ચપ્પુના ઘા મારી હત્યા કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. સોમવારની મોડી રાત્રે વડાગામમાં પુલ વિસ્તારમાં કોઈ કામ ધંધો ન કરતા દિયર પાસે જયાબેને પૈસા માંગતા ઉશ્કેરાયેલા દિયર સંજયભાઇએ ચપ્પા વડે ભાભીને ગળા અને જમણા હાથ પર ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા.

બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા
દરમિયાન તકરાર કરી રહેલા ભાઈને રોકવા જતા મોટા ભાઈને શરીરે પણ ચપ્પુ મારી લોહીલુહાણ કરી નાખ્યા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન હત્યા પ્રયાસ કરનાર યુવક ભાગી છૂટ્યો હતો. મહિલાને સારવાર અર્થે 108 દ્વારા વાત્રક હોસ્પિટલમાં લઇ ગયા બાદ વધુ સારવાર અર્થે મોડાસા ખસેડાઇ હતી. આ બનાવ અંગે જયેશભાઈ પટેલે પોતાના સગાભાઈ સંજયભાઈ છગનભાઈ પટેલ વિરુદ્ધ ધનસુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...