ફરિયાદ:વરઘોડામાં ખુલ્લી તલવારે રાસ રમવાની ના પાડતાં હુમલો કર્યો

વડાગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધનસુરા તાલુકાના નાનીવાવ ગામનો બનાવ

ધનસુરાના નાનીવાવમાં વરઘોડામાં ખુલ્લી તલવારે રાસ રમવાની ના પાડતાં હુમલો કરતાં પોલીસે ફરિયાદ નોંધી હતી. ધનસુરા તાલુકાના વડાગામ પાસે આવેલ નાનીવાવમાં વરઘોડામાં નરેશ કેશાભાઈ ખાંટ રહે. વડાગામ ખુલ્લી તલવારે રાસ રમતા હતા.

જે બાબતે ખુલ્લી તલવારે રાસ રમવાની ના પાડતા તલોદ તાલુકાના મોઢુકાના નિરવકુમાર અને ઉમંગસિંહ લગ્ન પ્રસંગ પતાવી મોઢુકા પર જતા હતા ત્યારે રસ્તા વચ્ચે રોકી ત્રણેય શખ્સોએ લાકડી તેમજ પથ્થર વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં જાલમસિંહ રણસિંહ મકવાણા રહે. મોઢુકા તા. તલોદ ની ફરિયાદ લઇ ધનસુરા પોલીસે નરેશ કેશાભાઈ ખાંટ, ભાવેશ લાલા અને વિશાલ તમામ રહે. વડાગામ તા. ધનસુરા જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...