વિવાદ:ધનસુરાના અમરપુરામાં ચૂંટણી અદાવતમાં જૂથ અથડામણ

ધનસુરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છુટા પથ્થરોમારી જીવલેણ હુમલો, 12 લોકો વિરુદ્ધ ધનસુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ
  • સરપંચની ચૂંટણીની​​​​​​​ અદાવત રાખી શખ્સના ઘરે લગ્નમાં હુમલો કરતાં ચકચાર લાકડીઓ અને દંડા લઇ આવી મારામારી, મારી નાખવાની ધમકી પણ આપી

ધનસુરાના અમરપુરામાં ચૂંટણીની અદાવત રાખી બે જૂથો વચ્ચે અથડામણ થતાં 12 લોકો વિરુદ્ધ ધનસુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. અમરપુરામાં સરપંચની ચૂંટણીની અદાવતમાં લગ્નમાં ઝઘડો થયો હતો. જેમાં બંને જૂથો વચ્ચે સામ સામે પત્થરમારો થયો હતો.

જેમાં અથડામણમાં મહિલા અને પુરુષ ઘાયલ થયા હતા. રમેશભાઇ પુનાભાઇ સોલંકીના ઘરે તેમના દીકરી તથા દીકરાના લગ્ન હોઇ જે પ્રસંગમાં આ બાબતની અદાવત રાખી કેટલાક આરોપીઓએ રસ્તામાં અપશબ્દો બોલી તથા અન્ય આરોપીઓએ ઉપરાણામાં આવી તમામ આરોપીઓએ લાકડીઓ તથા દંડા લઇ આવી છુટ્ટા પથ્થરો નાખી માવજીભાઇને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઘટના માં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સોમજી ભુલાજી સોલંકી રહે. અમરપુરા (ખરાવના મુવાડા )તા. ધનસુરાએ 12 લોકો વિરુદ્ધ ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આમની સામે ફરિયાદ નોંધાઇ
દેવુસિંહ ઉદેસીંહ સોલંકી, કાળુસિંહ ઉદેસિંહ સોલંકી, હરેશભાઇ કાનજીભાઇ સોલંકી, નરેશભાઇ કાનજીભાઇ સોલંકી, દશરથભાઇ ફુલાભાઇ સોલંકી, કાનસિંહ બાવસિંહ સોલંકી, ભાથીભાઇ જેણાભાઇ સોલંકી, ધવલભાઇ દેવાભાઇ સોલંકી, વિજયભાઇ જશુભાઇ સોલંકી, રણછોડભાઇ ફુલાભાઇ સોલંકી, રાહુલભાઇ છબાભાઇ સોલંકી અને સુરેશભાઇ સરદારભાઇ સોલંકી તમામ રહે. અમરપુરા (ખરાવના મુવાડા)

અન્ય સમાચારો પણ છે...